સરકાર આરબીઆઈ સાથે મળીને રૂા. એક લાખથી ઓછીના છેતરપિંડીના કિસ્સા તપાસી રહી છે

નવી દિલ્હી, તા. 5 : કેન્દ્ર સરકાર રિઝર્વ બૅન્ક સાથે મળીને રૂા. એક લાખથી ઓછી રકમના નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓની તપાસ કરશે એમ કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભાને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય આંકડા - માહિતીની ચોરી કરનારને નાથવા ફાઈનાન્સિયલ ડેટા પ્રોટેકશન બિલ ઘડાયું છે. હાલ આરબીઆઈ બૅન્કોની સાથે મળીને આવી છેતરપિંડીના એટલે કે ક્રેડિટ, ડેબિટ અને એટીએમ કાર્ડસ અને ઇન્ટરનેટ બૅન્કિંગ સંબંધિત કિસ્સાઓ જેમાં રૂા. એક લાખથી વધુ રકમ સંડોવાયેલી હોય તેની તપાસ કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer