દરેક દેશવાસી મોદીને બે સવાલ કરે : રાહુલ

નવી દિલ્હી, તા.5: રાફેલ સોદા અંગે મોદી સરકાર ઉપર પ્રહારો ચાલુ રાખતાં કોંગ્રેસ-પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે તમામ ભારતીઓને અપીલ કરી હતી કે ફ્રાંસ સાથે ફાઇટર જેટ કરાર અંગે સંસદમાં મેં પૂછેલા પ્રશ્નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના પ્રધાનોને પૂછે.
તેમણે કહ્યું કે રક્ષા મંત્રી સંસદમાં બે કલાક બોલ્યા પણ મેં તેમને પૂછેલા  બે સાદા પ્રશ્નોના જવાબ તેઓ આપી શકયા નહોતા એમ રાહુલ ગાંધીએ ટવીટ કર્યુ હતું અને પોતે પૂછેલા પ્રશ્નોનો વીડિયો રજૂ કર્યો હતો.
ગાંધીએ એવું પૂછયું હતું કે અનિલ અંબાણીને ઓફસેટ કોન્ટ્રેકટ કોણે આપ્યો અને એ કે સંરક્ષણ ખાતાએ વડાપ્રધાનને જ્યારે આ સોદામાં ``બાયપાસ સર્જરી'' કરી ત્યારે વાંધો ઉઠાવતો હતો કે કેમ.
તેમણે શ્રીમતી સિતારામનને હા કે નામાં જવાબ આપવા જણાવ્યું હતું. પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર વીડિયો મુકતા ગાંધીએ લખ્યું હતું કે આ વીડિયો જૂઓ અને તેની વહેંચણી કરો, દરેક ભારતીયને વડાપ્રધાન અને તેમના પ્રધાનોને આ પ્રશ્નો પૂછવા દયો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer