નીરવ મોદીનો પરત ફરવા ઇન્યકાર

મુંબઈ, તા. 5 : પંજાબ નેશનલ બેન્કથી 13 હજાર કરોડની છેતરપિંડી કરીને ભાગેલા હીરા કારોબારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઈન્કાર કરી દીધો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટને આપેલા જવાબમાં નીરવ મોદીએ જણાવ્યું હતું કે, તે સુરક્ષાનાં કારણોથી ભારત આવી નહીં શકે. ઈડી તરફથી ભાગેડુ ઘોષિત કરાયા બાદની અરજીના જવાબમાં નીરવે કોર્ટને આમ જણાવ્યું હતું.
નીરવ મોદીએ જણાવ્યું હતું કે, મેં કાંઈપણ ખોટું કર્યું નથી. પીએનબી કૌભાંડ `િસવિલ ટ્રાન્ઝેક્શન' (નાગરિક લેણદેણ) હતું અને તેને તે મામલાથી અલગ જ ચગાવવામાં આવી રહ્યું છે. હું સુરક્ષાનાં કારણોસર દેશ પરત આવી નહીં શકું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer