જીએસટી વાર્ષિક રિટર્ન નોંધાવવાની મુદત 31 માર્ચ, 2019 સુધી લંબાવાઈ

જીએસટી વાર્ષિક રિટર્ન નોંધાવવાની મુદત 31 માર્ચ, 2019 સુધી લંબાવાઈ
નવી દિલ્હી, તા. 8 (પીટીઆઈ) : નાણાં મંત્રાલયે વાર્ષિક જીએસટી રિટર્ન ફાઇલિંગની મર્યાદા વધુ ત્રણ મહિના લંબાવીને 31 માર્ચ, 2019 સુધી જાહેર કરી છે. અગાઉ આ મુદત 31 ડિસેમ્બર, 2018 નક્કી થઈ હતી. સેન્ટ્રલ બોર્ડ અૉફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જીએસટીઆર-9, જીએસટીઆર-9એ અને જીએસટીઆર-9સી ફાઇલિંગની અંતિમ મુદત 31 માર્ચ, 2019 સુધી લંબાવવામાં આવી છે. જરૂરી ફૉર્મ જીએસટીના કોમન પોર્ટલ ઉપર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer