ફ્રાન્સ : તોફાનોનો સિલસિલો ચાલુ, દેશભરમાં 90 હજાર પોલીસ તહેનાત

ફ્રાન્સ : તોફાનોનો સિલસિલો ચાલુ, દેશભરમાં 90 હજાર પોલીસ તહેનાત
એફિલ ટાવર સહિત પર્યટનમથકો બંધ, દુકાનો સુરક્ષિત કરાઈ

પેરિસ, તા. 8: ફ્રાન્સમાં બેફામ વધેલા જીવનનિર્વાહ ખર્ચના મુદ્દે રાજધાની પેરિસ અને અન્ય શહેરોમાં સતત ચોથા વીક-એન્ડમાં  યલો વેસ્ટના વિરોધી દેખાવકારોએ આચરેલા નવા તોફાનોને પહોંચી વળવા હજારો સુરક્ષાકર્મીઓએ કમર કસી હતી. દેખાવકારોએ આર્ક દ ટ્રાયમ્ફને કાળો કૂચડો ફેરવી તેની પર પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન વિરોધી સૂત્રો લખ્યા હતા. દેશમાંના એફિલ ટાવર સહિત સીમાચિહ્નસમા પર્યટનમથકો બંધ કરાયા છે, દુકાનોને લૂંટાતી રોકવા સુરક્ષિત કરાઈ છે અને ધાતુ-સળિયાઓને શત્ર તરીકે વપરાતા રોકવા શેરીઓમાંનુ ફર્નિચર દૂર કરાયું છે. પેરિસમાં 8 હજાર સહિત દેશભરમાં 89 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. રાયોટ પોલીસ સાથે દેખાવકારો બાખડતાં અશ્રુવાયુ છોડવામાં આવ્યો હતો. દેખાવકારોએ સોશિયલ મીડિયામાં આ વીક એન્ડને, મેક્રોન તથા તેમની નીતિઓ સામેના નાટયાત્મક પડકાર સમો `અંક ચોથો' ગણાવ્યો હતો.
મેક્રોને પ્રમુખકાળના સાપ્રથમ યુ-ટર્નમાં ઈંધણ વેરો પડતો મૂકવાનું પગલું લીધું, તે છતાં ય વેરાઓ નીચા લાવવા, વેતન વધારવા, ઉર્જાખર્ચ સોંઘો બનાવવા, નિવૃત્તિ જોગવાઈઓ બહેતર બનાવવા જેવી ઓર છૂટછાટોની ય માગણીઓ દેખાવકારોએ પ્રબળ બનાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer