શાહિદ કપૂરને પેટનું કૅન્સર થયું છે? : પરિવાર ના પાડે છે

શાહિદ કપૂરને પેટનું કૅન્સર થયું છે? : પરિવાર ના પાડે છે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,  તા. 8 : અભિનેતા શાહિદ કપૂરને કૅન્સર થયું હોવાની ચર્ચા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે. એક વૅબસાઈટે શાહિદનું નામ લીધા વગર બૉલીવૂડના પ્રખ્યાત નૃત્યકાર અને અભિનેતાને પેટનું કૅન્સર થયું હોવાના સમાચાર આપ્યા હતા. ત્યારથી શાહિદના નામની ચર્ચા ચાલુ હતી. તેમજ સારવાર માટે શાહિદ મુંબઈ બહાર ગયો હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી. પરંતુ આ ચર્ચા માત્ર અફવા છે અને શાહિદની તબિયત એકદમ મસ્ત છે તેમ તેના કુટુંબીજનોએ સ્પષ્ટ કર્યું છે. આવી અફવાઓ ફેલાવવામાં કોને શું આનંદ મળે છે? તેવા પ્રશ્નો પણ પરિવારજનોએ કર્યા હતા. તેમજ શાહિદ ફક્ત કામ બાબતે બે-ત્રણ દિવસ માટે દિલ્હી ગયો હોવાનું પણ તેમણે કહ્યું હતું. 
આ પહેલાં અભિનેતા રિશિ કપૂરને કૅન્સર થયું હોવાની ચર્ચાએ જોર પકડયું હતું ત્યારે કપૂર કુટુંબે સ્પષ્ટ કર્યું હતું કે, તેમને કોઈ જ રોગ નથી. તેમજ પ્રસિદ્ધ અભિનેતા ઈમરાન અને અભિનેત્રી સોનાલી બેન્દ્રે અત્યારે વિદેશમાં કૅન્સરની સારવાર લઈ રહ્યાં છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer