અૉસ્ટ્રેલિયામાં 1000 રનનું સીમાચિહન પાર કરતો વિરાટ

અૉસ્ટ્રેલિયામાં 1000 રનનું સીમાચિહન પાર કરતો વિરાટ
સચીન, લક્ષ્મણ અને દ્રવિડની ક્લબમાં સામેલ
 
એડિલેડ, તા. 8 : ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલી મોટો સ્કોર તો ખડકી શક્યો નહીં પણ આ દરમ્યાન તેણે ઓસીમાં 1000 રનનું સીમાચિહ્ન પાર કર્યું હતું અને દિગ્ગજો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વી.વી.એસ. લક્ષ્મણની ક્લબમાં સામેલ થઈ ગયો હતો.
એડિલેડ ટેસ્ટના બંને દાવ બાદ હવે કોહલીના ઓસ્ટ્રેલિયામાં 9 મેચની 18 ઈનિંગ્સમાં 1026 રન થયા છે. તેણે પાંચ સદી અને બે અર્ધસદી ફટકારી છે.
તેંડુલકરે 20 મેચના 38 દાવમાં 53.20ની એવરેજથી 1809, લક્ષ્મણે 15 મેચની 29 ઈનિંગ્સમાં 44.14ની એવરેજથી 1235 રન કર્યા છે તો દ્રવિડે 15 મેચની 30 ઈનિંગ્સમાં 43.96ની સરેરાશથી 1143 રન બનાવ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer