પેપર લીક કૌભાંડ : ગુજરાતની પોલીસના ગુડગાંવમાં ધામા, મળી મહત્ત્વની સફળતા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.8: રાજ્યભરમાં ગાજેલા પેપર લીક કૌભાંડના તાર દિલ્હી સાથે જોડાયેલા છે ત્યારે આ કેસમાં તપાસ માટે આરોપી સાથે દિલ્હી ગયેલી ટીમ ગુડગાંવમાં ધામા નાખ્યા છે. ત્યાં પોલીસ અધિકારીઓ આરોપી પ્રિતેશ પટેલ અને અજયસિંહ પરમારને જ્યાં પેપર બતાવવામાં આવ્યું હતું, તે લોકેશન પર લઇ ગઇ હતી. દિલ્હીના લેકેશન પર પોલીસને હાથે સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, જેમાં આરોપીઓની અવરજવર દેખાતી હોવાનો પોલીસ દાવો કરી રહી છે. બે દિવસથી દિલ્હી ગયેલી પોલીસ અધિકારીઓની ટીમને મહત્વપૂર્ણ સફળતા મળી છે.
મહત્વનું છે કે,રાજ્યભરમાં ગાજેલા લોકરક્ષક દળના પેપર લીક લીંકના મૂળ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 140 કરતા વધુ પોલીસ કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. 18 કરતા વધુ ટીમ ગુજરાત બહાર તપાસમાં જોડાઇ છે. એક ટીમમાં પાંચ કરતા વધુ પોલીસ કર્મચારીઓ છે.  ગુજરાત પોલીસે દિલ્હી, ગુડગાંવ, હરિયાણા, રાજસ્થાન અને દક્ષિણ ભારત સુધી તપાસ લંબાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer