વિદેશી હૂંડિયામણની અનામત વધી 393.718 અબજ ડૉલર

મુંબઈ, તા. 8 : દેશના વિદેશી હૂંડિયામણની અનામત 30 નવેમ્બર, '18ના પૂરા થયેલ સપ્તાહ માટે 9328 લાખ ડૉલર વધીને 393.718 અબજ ડૉલરની થઈ હતી. આનું કારણ મુખ્યત્વે વિદેશ ચલણની અસ્કયામતમાં વધારો ગણાવાય છે.
ગયા સપ્તાહમાં હૂંડિયામણની અનામત 7950 લાખ ડૉલર ઘટીને 392.785 અબજ ડૉલરની રહી હતી.
સૂચિત સપ્તાહ માટે વિદેશી ચલણની અસ્ક્યામતો 7879 લાખ ડૉલર વધી 368.487 અબજ ડૉલર રહી હતી, એમ આરબીઆઈના ડેટા પરથી જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer