રામમંદિર નિર્માણ માટે આરએસએસે શરૂ કરી સંકલ્પ રથયાત્રા

રામમંદિર નિર્માણ માટે આરએસએસે શરૂ કરી સંકલ્પ રથયાત્રા
નવી દિલ્હી, તા. 1 : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને રાજકીય જંગ છેડાઈ છે. જેમાં ખુદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ સક્રિય થયું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કવાયતમાં લાગેલા આરએસએસએ આજથી દિલ્હીમાં રથયાત્રા શરૂ કરી હતી. જે હવે આગામી દિવસોમાં દેશભરમાં ફરવાની છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે શરૂ થયેલી સંકલ્પ યાત્રા મારફતે લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ યાત્રા 9 દિવસ સુધી ચાલશે. રથયાત્રાની શરૂઆત ઝંડેવાલા મંદિરથી કરવામાં આદવી હતી. તેમજ જ્યારે રથયાત્રા પૂરી થશે તે દિવસે વિહિપ એક ધર્મસભાનું આયોજન કરવાનું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer