લશ્કર માટેની રૂા. 3 હજાર કરોડની ખરીદીને સંરક્ષણ ખાતાની બહાલી

લશ્કર માટેની રૂા. 3 હજાર કરોડની ખરીદીને સંરક્ષણ ખાતાની બહાલી
પાકના સ્નિપર હુમલા ખાળવા બીએસએફના ખાસ બુલેટપ્રૂફ બન્કર 

નવી દિલ્હી, તા. 1:  નૌકાદળની બે સ્ટિલ્ધ ફ્રિગેટ્સ માટેના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ્સ અને આર્મીની રણગાડી અર્જુન માટેના આર્મર્ડ રીકવરી વેહિકલ્સ સહિત લશ્કર માટેની રૂ. 3 હજાર કરોડની ખરીદીને સંરક્ષણ મંત્રાલયે આજે બહાલી આપી હતી. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે ડિફેન્સ એક્વિઝીશન કાઉન્સિલે તેને લીલી ઝંડી આપી હતી. અન્ય અહેવાલ મુજબ પશ્ચિમી સરહદે પાકમાંથી સ્નિપર હુમલાઓમાં પોતાના અનેક કર્મીઓ ગુમાવ્યા બાદ સીમા સુરક્ષા દળે હવે ખાસ બુલેટપ્રૂફ બન્કર વિકસાવ્યું છે જે તેને પેરિસ્કોપ વડે સીમાવર્તી વિસ્તારોમાંની હિલચાલો વિશે સતર્ક રાખી શકશે. સૂત્રો જણાવે છે કે અગાઉ પાકિસ્તાની સ્નિપર્સ સેન્ડબેગની રચાયેલી દિવાલમાં રખાયેલા નાના છીદ્રમાંથી બીએસએફના કર્મીઓને નિશાન બનાવતાં. જો કે છીદ્રના સ્થાને પેરિસ્કોપ મુકાવા સાથે, ગનને ફાયર કરવા માટેના નાના છિદ્રને બાદ કરતા બન્કરને બધી બાજુએથી પેક્ડ થઈ જવાને લીધે સ્નિપર હુમલાઓમાં ખુવારીઓની શકયતા ઘટશે. 
1 અબજ ડોલરના ખર્ચે મેળવવામાં આવી રહેલી બે સ્ટિલ્ધ ફ્રિગેટ્સ અને બેઉ જહાજોને ઘરઅંાગણે વિકસાવાયેલા બ્રહ્મોસ મિસાઈલથી સજ્જકરાશે.  
બુલેટપ્રૂફ બન્કર વાટે કર્મીઓ વોચ રાખી શકશે અને સ્નિપરનો વાર થવાના ખતરા વિના હુમલાનો જવાબ આપી શકશે એમ જણાવી બીએસએફના ડિરેકટર જનરલ આરકે મિશ્રાએ ઉમેર્યું હતું કે હાલ પાયલટ તરીકે વાપરવામાં આવી રહેલું બન્કર ટૂંકમાં તમામ સરહદે મૂકીશુ.
 પેરિસ્કોપમાંથી જોયા વિના ય સરહદે ખલેલવિહોણી જાસૂસી અંકે કરવા નોર્મલ અને થર્મલ ઈમેજિંગ કેમેરા બેસાડાશે. આ બન્કર જાડા આર્મર અને બુલેટ-પ્રૂફ ગ્લાસનું બનેલું છે અને તેને પ્રેક્ટિકલી ઉંચકી લઈ ગમે ત્યાં મૂકી દઈ શકાશે.  વિજિલ પોસ્ટ્સને ખસેડતી વેળા તેની પોર્ટેબિલિટી હાથવગી થઈ પડશે એમ દળના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer