કાંદાના ખેડૂતોએ રસ્તારોકો કર્યું

કાંદાના ખેડૂતોએ રસ્તારોકો કર્યું
માલેગાંવ, તા. 1 (પીટીઆઈ): કાંદાના ઘટતા જતા ભાવના વિરોધમાં ખેડૂતોએ આજે મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે ઉપર રસ્તારોકો આંદોલન કર્યું હતું. પરિણામે રોડ પર ટ્રાફિક જામ થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
વિરોધમાં કેટલાક ખેડૂતોએ માથે મુંડન કરાવ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અહીંના તહેરા ફાટા ખાતે આંદોલનના સમાચાર સાંભળીને પોલીસ પહોંચી ગઈ હતી અને કેટલાક ખેડૂતોની ધરપકડ કરીને હાઇવેને ટ્રાફિક જામથી મુક્ત કર્યા હતા. આંદોલનકારી ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા એક પખવાડિયાથી કાંદાના ભાવ સતત ઘટી રહ્યા છે. પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer