એકબીજાનાં થયાં પ્રિયંકા-નિક : ક્રિશ્ચિયન રિવાજથી થયાં લગ્ન

એકબીજાનાં થયાં પ્રિયંકા-નિક : ક્રિશ્ચિયન રિવાજથી થયાં લગ્ન
આજે હિન્દુ રીતરિવાજથી લગ્ન : ચોથીએ દિલ્હીમાં રિસેપ્શન

ઉદયપુર તા.1 : અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજે લગ્નના બંધને બંધાયાં છે. બંનેના જોધપુરના ઉમ્મેદભવન પેલેસમાં દમામભર્યા ક્રિશ્ચિયન લગ્ન સંપન્ન થયાં હતાં. લગ્ન બાદ પેલેસમાં આંખો આંજતી આતશબાજી કરવામાં આવી હતી. હવે આવતીકાલે આ દંપતી હિન્દુ રીતરિવાજો અનુસાર લગ્ન કરશે. ચોથી ડિસેમ્બરે દિલ્હીમાં બંનેનું રિસેપ્શન યોજાશે.
ડિઝાઈનર રાલ્ફ લોરેને ટવીટર પર `િનકયંકા'ના લગ્નને સમર્થન આપ્યું હતું.  બંનેની તસવીર સાથે તેણે ટવીટ કર્યું હતું કે પ્રિયંકા અને નિકને લગ્નના અવસરે વધામણી. દંપતી અને લગ્ન પાર્ટીમાં શામેલ સભ્યોના વત્રો ડિઝાઈન કરીને રાલ્ફ લોરેન સન્માનિત મહેસૂસ કરે છે.
અન્ય ટવીટમાં લોરેને જણાવ્યું હતું કે નવપરિણિત પ્રિયંકા-નિક પહેલી વખત મેટ ગાલા 2017માં લોરેનના મહેમાન બનીને સ્પોટલાઈટમાં આવ્યા હતા.
સૂત્રો અનુસાર લગ્ન બાદ ઉમ્મેદભવન પેલેસમાં કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી લગ્ન બાદની ઉજવણીના રૂપમાં રાખવામાં આવી હતી.
ક્રિશ્ચિયન લગ્ન ઉમ્મેદ ભવનના બેક લોનામં થઈ હતી. આ લગ્નમાં નવયુગલે અંતરરાષ્ટ્રીય ડિઝાઈનર રાલ્ફ લોરેનના વત્રો પહેર્યાં હતાં. એક્ટ્રેસે ગાઉન પહેર્યું હતું જ્યારે નિકે સૂટ પહેર્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને નિકના ભાઈ કેવિન, જો અને ફ્રેંક જોનસ બ્લેક ટક્સમાં જોવા મળ્યા હતા.
પ્રિયંકા અને નિકે એક બીજાને રિંગ પહેરાવી હતી જેને વિશ્વપ્રસિદ્ધ ઝવેરી ચોપાર્ડે ડિઝાઈન કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer