મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખૂબ ફાયદો થયો : સોનાક્ષી

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખૂબ ફાયદો થયો : સોનાક્ષી
મુંબઈ, તા. 1: બોલિવૂડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે માધુરી દિક્ષિત, આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીની સમાવેશ થાય છે. તેનું કહેવું છે કે કલંક નામની ફિલ્મમાં વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર પણ કામ કર રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે 19મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આગામ વર્ષે જ શરૂઆતમાં તેની ટોટલ ધમાલ પણ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની ખાસ ભૂમિકા છે. જો કે અનિલ કપૂર, અજય દેવગન અને માધુરી દિક્ષિત જેવા ટોપ કલાકાર સાથે તે આ ફિલ્મમાં કામ કરીને ભારે ખુશ છે. ફિલ્મમાં ઇશા ગુપ્તા પણ કામ કરી રહી છે. સોનાક્ષી સિંહા માને છે કે બોલિવૂડમાં મોટા સ્ટાર સાથે કામ કરવાની કેરિયરની શરૂઆતમાં જ તક મળી હતી જેથી તે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. સોનાક્ષી સિંહા સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર અભિનેતા સાથે ફિલ્મોમાં સતત કામ કરી ચૂકી છે. જેથી તેની એક્ટિંગ કુશળતા વધી છે. સાથે સાથે આ તમામ મોટા સ્ટાર સાથે વધુ અનુભવ લેવામાં પણ તે સફળ રહી છે. સોનાક્ષી બોલિવૂડમાં નંબર વન અભિનેત્રીઓમાં સામેલ રહી છે. જો કે તે નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer