લોકપાલની નિમણૂક નહીં થાય તો 30 જાન્યુઆરીથી ઉપવાસ કરીશ : હઝારે

લોકપાલની નિમણૂક નહીં થાય તો 30 જાન્યુઆરીથી ઉપવાસ કરીશ : હઝારે
મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : સોશ્યલ ઍક્ટિવિસ્ટ અણ્ણા હઝારેએ શનિવારે કહ્યું હતું કે લોકપાલની નિમણૂક નહીં કરવામાં આવે તો હું 30 જાન્યુઆરીથી મારા ગામમાં ભૂખહડતાળ પર ઊતરીશ. 
વડા પ્રધાનની અૉફિસમાં રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહને લખેલા પત્રમાં હઝારેએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરવામાં એનડીએ સરકાર બહાનાબાજી કરી રહી છે. નરેન્દ્ર મોદીની સરકારે પહેલાં એમ કહ્યં હતું કે લોકસભામાં વિરોધીઓનો કોઈ નેતા ન હોવાથી લોકપાલની નિમણૂક નથી કરાઈ. (લોકપાલની પસંદગી માટેની પૅનલમાં વિપક્ષના નેતા હોવાનું જરૂરી છે). ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે સિલેક્શન સમિતિમાં કોઈ કાયદાવિદ ન હોવાથી નિયુક્તિ અટકી પડી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer