રણજી ટ્રૉફી : મુંબઈ સામે ગુજરાતની 9 વિકેટે જીત

રણજી ટ્રૉફી : મુંબઈ સામે ગુજરાતની 9 વિકેટે જીત
મુંબઇ, તા. 1 : છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી રહેલા સુકાની પ્રિયાંક પંચાલની શાનદાર સદીની મદદથી ગુજરાતે શનિવારે અનેકવારની વિજેતા મુંબઇને રણજી ટ્રોફી મુકાબલામાં નવ વિકેટે હરાવી હતી.
મુંબઇના બીજા દાવની શરૂઆત નબળી રહી હતી. સાત વિકેટે 156 રનથી દાવ આગળ વધારતાં માત્ર 187 રનમાં સમેટાઇ ગઇ હતી.
ગુજરાતે પંચાલના પ્રભાવશાળી 112 રનની મદદથી માત્ર એક વિકેટ ખોઇને 204નું લક્ષ્ય આંબી લીધું હતું. પ્રિયાંક અને કુશાંગ પટેલ (55)એ પહેલી વિકેટ માટે 128 રનની ભાગીદારી નોંધાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer