લંડન મેરેથોનમાં ભાગ લેશે બ્રિટિશ દોડવીર મોહમ્મદ ફરાહ

લંડન મેરેથોનમાં ભાગ લેશે બ્રિટિશ દોડવીર મોહમ્મદ ફરાહ
લંડન, તા. 1 : બ્રિટનના સ્ટાર એથ્લીટ મોહમ્મદ ફરાહ આગામી વર્ષે યોજાનારી લંડન મેરેથોનમાં ભાગ લેશે. આયોજકોએ ફરાહના નામની ઘોષણા કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે લંડન મેરેથોનમાં 4 વખત ચેમ્પિયન બનેલા ફરાહને 2018ની મેરેથોનમાં ત્રીજો ક્રમાંક મળ્યો હતો.  ફરાહે ટ્રેક એન્ડ ફિલ્ડ છોડીને મેરેથોનમાં પદાર્પણ કર્યું હતું. 2018ની મેરેથોન ફરાહે બે કલાક, 6 મિનિટ અને 21 સેકન્ડમાં પુરી કરી હતી. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરીને શિકાગો મેરેથોનમાં જીત મેળવી હતી. આ ઉપરાંત ફરાહનું લક્ષ્ય 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાનું પણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer