નોઈડા, તા. 1 : ભારતીય મહિલા ગોલ્ફર રિદ્ધિમા દિલાવડીએ શુક્રવારે નોઈડાના ગોલ્ફ કોર્સમાં હીરો મહિલા પ્રો ગોલ્ફ ટૂરના 17માં તબક્કામાં પાંચ શોટની જીતથી પોતાનું પહેલુ ખિતાબ જીત્યું હતું. જકાર્તામાં 2018 એશિયાઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી રિદ્ધિમાએ ઈવન પાર 72મું કાર્ડ રમ્યું હતું. જેનાથી તેનો કુલ સ્કોર પાંચ ઓવર 221નો થયો હતો.
હીરો મહિલા પ્રો ગોલ્ફ ટૂરમાં રિદ્ધિમા દલવાડી ચૅમ્પિયન
