હોકી વિશ્વકપ : જર્મની સામે પાકિસ્તાનનો પરાજય

હોકી વિશ્વકપ : જર્મની સામે પાકિસ્તાનનો પરાજય
ભુવનેશ્વર, તા. 1 : અગાઉ બે વખત વિશ્વકપ જીતી ચૂકેલાં જર્મનીએ શનિવારે અહીં ખેલાયેલા હોકી વર્લ્ડકપના મુકાબલામાં ચાર વખતના વિજેતા પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.
જર્મનીના મિલ્ટકાઉ માર્કોએ મુકાબલાના ત્રીજા દોરમાં ટીમ તરફથી એકમાત્ર ગોલ કર્યો હતો. પાકિસ્તાન ટીમે આખી મેચ દરમ્યાન સારી રમત રમી હતી પરંતુ મર્યાદિત સમયમાં ગોલ કરી શકી ન્હોતી.
ઉલ્લેખનીય છે કે, પાક ટીમે 1971, 1978, 1982 અને 1994માં જ્યારે જર્મન ટીમ 2002 અને 2006માં વિશ્વકપ જીતી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer