ચાલુ માસથી પાન કાર્ડ, નેટ બૅન્કિંગ સહિતની સેવાના નિયમોમાં ફેરફારનો અમલ

નવી દિલ્હી, તા. 1 : પાન કાર્ડ, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ સહિતની સુવિધાઓમાં આજથી એટલે કે 1 ડિસેમ્બરથી મહત્ત્વપૂર્ણ ફેરફાર અમલમાં આવ્યા છે. જેમાં આવકવેરા વિભાગ તરફથી પાન કાર્ડ બનાવવા માટે હવે પિતાનું નામ આપવું ફરજીયાત રહ્યું નથી. આ ઉપરાંત એસબીઆઈએ મોબાઈલ નંબર નોંધાવ્યા વિનાના ગ્રાહકોની નેટ બેન્કિંગ સુવિધા બંધ કરી છે. અન્ય એક બદલાવવામાં 250 ગ્રામ વજન સિવાયના તમામ ડ્રોન ઉડાડવા માટે લાયસન્સ ફરજીયાત કરવામાં આવ્યું છે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ બેન્ક, પાન કાર્ડ સહિતના નિયમોનો ફેરફાર સામાન્ય લોકોના જીવન ઉપર પણ અસરકારક રહેશે. જેમાં સીબીડીટીએ અગાઉ એક પરિપત્ર જારી કરીને પાનકાર્ડ માટે પિતાનું નામ બતાવવું ફરજીયાત ન હોવાનું કહ્યું હતું. આ નિયમની અમલવારી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એસબીઆઈએ ગ્રાહકો માટે એક સૂચના જારી કરી છે. જેમાં કહેવામાં પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. હવે આ પ્રમાણપત્ર રજૂ ન કરનારા પેન્શન ખાતાધારકોના ખાતા બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત પેન્શન ધારકોને લોનની એસબીઆઈની યોજના ડિસેમ્બર મહિનાથી બંધ થઈ છે. બેન્કે તહેવારો દરમિયાન આ યોજના શરૂ કરી હતી. બીજી તરફ 250 ગ્રામથી વધુ વજનના ડ્રોનના ઉપયોગ માટે લાયસન્સ લેવાનો નિયમ પણ ડિસેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer