ગુજરાતમાં મગફળી ખરીદી માટે અૉનલાઇન રજિસ્ટ્રેશન બંધ

અમદાવાદ, તા.1: રાજ્યસરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી  ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે. આ માટે રાજ્યના કુલ 122 એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા તા.1લી નવેમ્બર, 2018 થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે રજીસ્ટ્રેશનની  પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ રજીસ્ટ્રેશની પ્રક્રિયા માટે તા. 30 નવેમ્બર, 2018 છેલ્લો દિવસ હોવાથી  આજથી  મગફળી ખરીદી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. જે ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી દસ્તાવેજ જમા કરાવ્યા હશે તેને ઓનલાઇન નંબર મળશે અને ત્યારબાદ ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની 2,500 કિ.ગ્રા,ની મર્યાદામાં મગફળી ખરીદવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer