છત્તીસગઢને નક્સલવાદથી મુક્તિ અપાવવા ભાજપનું ચૂંટણીઢંઢેરામાં વચન

છત્તીસગઢને નક્સલવાદથી મુક્તિ અપાવવા ભાજપનું ચૂંટણીઢંઢેરામાં વચન
નાના અને ભૂમિહીન ખેડૂતોને એક હજાર રૂપિયાનું પેન્શન આપવાની પણ હૈયાધારણ
 
રાયપુર, તા. 10: છત્તીસગઢ વિધાનસભાની આગામી તા.12 અને તા.20મીએ - બે તબક્કાની ચૂંટણી માટે ભાજપે આજે રાજધાની રાયપુર ખાતે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતે. તેમાં કેટલાક પ્રોજેક્ટોનો ચિતાર અપાયો છે અને રાજ્યને નક્સલમુક્ત બનાવવા વચન અપાયું છે. ઢંઢેરા વિશે બોલતા મુખ્યમંત્રી રમણ સિંહે જણાવ્યું હતું કે પક્ષ ચૂંટાઈને સત્તા પર આવશે તો નિ:શુલ્ક નમક યોજના ચાલુ રહેશે અને 60થી વધુ વયના નાના તથા ભૂમિહીન ખેડૂતો રૂ. 1 હજારનું પેન્શન મેળવશે. ખેડૂતોની આવક વધારવા લઘુતમ ટેકાના ભાવ વધારી દોઢ ગણા કરવામાં આવશે તેમજ તમામ માટે '22 સુધી યોગ્ય આવાસ ઉપલબ્ધ કરી અપાશે. ચૂંટણીમાં ભાજપ વિજયી થશે તો રાજ્યના અંબિકાપુરમ અને જગદલપુરમાં સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો ઉભી કરવાનું, યુએચએસ વીમા માટે રૂ.1 લાખ પૂરા પાડવાનું, રાયપુરમાં ફિલ્મસિટી ઉભી કરવાના વચનો ય સીએમએ આપ્યા હતા.
દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઓછી રેલી કરે તેવી શકયતા છે.
 મોદી આક્રમક યોજના સાથે આ વખતે મેદાનમાં નહીં ઊતરે તેવી વકી છે. કારણ કે તેમના આ ગાળા દરમિયાન ઉપયોગી વિદેશી કાર્યક્રમ પણ છે. જો કે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેમની મહત્વપૂર્ણ વિસ્તારમાં રેલી -  કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer