ભાજપના જોરદાર વિરોધ વચ્ચે કર્ણાટકમાં ટીપુ જયંતીની ઉજવણી

ભાજપના જોરદાર વિરોધ વચ્ચે કર્ણાટકમાં ટીપુ જયંતીની ઉજવણી
મુખ્ય પ્રધાન કુમારસ્વામી અને નાયબ મુખ્ય પ્રધાન પરમેશ્વરની ગેરહાજરીથી શાસક ગઠબંધનમાં મતભેદો સપાટી પર આવ્યા
 
બેંગલુરુ, તા. 10: કર્ણાટકમાં આજે ઠેરઠેર ટીપુ જયંતીની ઉજવણીઓ થઈ હતી, જેની સામે ભાજપ અને જમણેરી સંગઠનોએ કરેલા વિરોધ અને મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને તેમના નાયબ સીએમની ગેરહાજરી વર્તાઈ આવતી હતી. ભાજપ અને અન્ય સંગઠનોએ વિરોધ કરવા આપેલી ચીમકીઓ વચાળે થયેલી ઉજવણીઓ સંદર્ભે રાજ્યમાં ગાઢ સલામતી બંદોબસ્ત રખાયો હતો. આ સ્થિતિમાં અહીં ખાતેનો મુખ્ય ઈવેન્ટ નિસ્તેજ રહ્યો હતે.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ અહીં વિધાન સૌધા ખાતેના મુખ્ય ઈવેન્ટમાં હાજર રહેવાની અક્ષમતા જાહેર કરી ચૂક્યા હોઈ તેમની અનુપસ્થિતિમાં તે ઈવેન્ટને ખૂલ્લો મૂકનાર નાયબ સીએમ જી.પરમેશ્વર પણ કાર્યક્રમમાં, ગામની બહાર હોઈ હાજર રહી શક્યા ન હતા.
કાર્યક્રમમાં સામેલ થવાનું ટાળવાના સીએમના નિર્ણયને પગલે ઉજવણી બાબતે શાસક ગઠબંધનમાં મતભેદો હોવાના અહેવાલો આવતા થયા હતા. (વિપક્ષમાં હતા ત્યારે કુમારસ્વામી, આગલી સિદ્ધરામૈયા સરકારે શરૂ કરેલી આવી ઉજવણીઓની જરૂર સામે સવાલ ઉઠાવ્યા હતા)પક્ષનો ગઢ ગણાતા જૂના મૈસૂરુ પ્રદેશમાંના પોતાના મતદારોની નાહક ખફગી વ્હોરી લેવા ન માગતા કુમારસ્વામીએ તબીબોએ આરામ લેવા સલાહ આપ્યાનું કારણ કરી હાજરી ટાળી હતી.
ટીપુ સુલતાનને ધર્માંધ ગણાવતા રાજ્ય ભાજપ એકમે, જયંતીની ઉજવણી પડતી મૂકવા રાજ્ય સરકારને વિનંતી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer