સ્ટેચ્યુ અૉફ યુનિટી નિહાળવા પર્યટકોનો મહેરામણ ઊમટયો

સ્ટેચ્યુ અૉફ યુનિટી નિહાળવા પર્યટકોનો મહેરામણ ઊમટયો
કેવડિયા, તા. 10 : ધારણા મુજબ જ આ વખતે દિવાળીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહેલાણીઓનાં આકર્ષણનું મુખ્યકેન્દ્ર બની ગયું છે. છેલ્લા 9 દિવસમાં અહીં મુલાકાતીઓનો મહેરામણ ઉમટી પડયો હતો. દિવાળી પછીનાં બે ત્રણ દિવસ દરરોજ પંદરેક હજાર જેટલા પ્રવાસીઓ અહીં સહેલગાહ માણે તેવી ધારણા હતી પણ આ અંદાજને ગુજરાતી પર્યટકોએ ખોટો પાડી દીધો છે અને તેનાં કરતાં ઘણા વધુ પ્રવાસીઓએ સરદારની વિરાટતમ પ્રતિમાનાં દર્શન કર્યા છે. સવારે 9.00થી સાંજે 5.00ની વચ્ચતે મુલાકાતીઓ માટે પર્યટનધામ ખુલ્લું રહેશે.
ભાઈ બીજ એટલે કે શુક્રવાર સુધીમાં કુલ મળીને 7પ હજાર પ્રવાસીઓ આવ્યા. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની તિજોરીમાં 1.77 કરોડ રૂપિયાની કમાણી થઈ. શુક્રવારે એક જ દિવસમાં 23 હજાર મુલાકાતીએ સરદાર પ્રતિમા નિહાળી. પ્રવાસીઓનો ધસારો ધ્યાને લેતા આજે આંકડો 1 લાખને પાર કરે તેવો અંદાજ છે. પર્યટકોનાં અવિરત પ્રવાહનાં હિસાબે કેવડિયામાં આજે 8થી 9 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સોમવાર, 12 નવેમ્બરે મુલાકાતીઓ માટે બંધ રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer