નવાઝુદ્દીન સિદ્દીકી સામે પણ ઊડયા મી ટૂના છાંટા

નવાઝુદ્દીન સિદ્દીકી સામે પણ ઊડયા મી ટૂના છાંટા
ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા નિહારિકા સિંહે કર્યા ગંભીર આક્ષેપ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.10: દેશમાં ફેલાયેલી મી ટૂ ચળવળની જુવાળમાં વધુ એક બોલિવૂડ હસ્તી સપડાઈ ગઈ છે. આ વખતે જાનદાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ઉપર અભિનેત્રી નિહારિકા સિંહે યૌન શોષણનો આરોપ મૂક્યો છે. નિહારિકાએ પત્રકાર સંધ્યા મેનનના ટ્વિટર એકાઉન્ટ મારફત પોતાની આપવીતી વર્ણવી છે. નિહારિકાના કહેવા અનુસાર મિસ લવલી ફિલ્મનાં શૂટિંગ દરમિયાન એકવાર નવાઝુદ્દીનને તેણે સવારે નાસ્તા માટે બોલાવ્યો હતો. તેણે સવાર દરવાજો ખોલ્યો તે સાથે જ તે હતપ્રભ રહી ગઈ અને નવાઝે તેને પકડી લીધી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સિદ્દીકી આત્મકથા પ્રકાશિત થઈ હતી. તેમાં પણ નિહારિકા સાથે તેના મધુરા સંબંધોનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer