નાશિક પાસે વસઈના પાંચ સાંઈભક્તોનાં અકસ્માતમાં મોત

નાશિક પાસે વસઈના પાંચ સાંઈભક્તોનાં અકસ્માતમાં મોત
શિરડીમાં સાંઈબાબાનાં દર્શન કરી તેઓ પાછા ફરી રહ્યા હતા

નાશિક, તા. 10 : નાશિક-પુણે હાઇવે પર સિન્નર પાસે ઇનોવા અને એક પ્રાઇવેટ બસ વચ્ચે આજે થયેલી ભીષણ અથડામણમાં પાંચ જણ મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનાર તમામ પાંચ જણ વસઈના રહેવાસી હતા અને તેઓ શિરડીમાં સાંઈબાબાનાં દર્શન કરી પાછા ફરી રહ્યા હતા. સિન્નરમાં પાંગરી ગામ પાસે આ ઍક્સિડન્ટ થયો હતો. અકસ્માતમાં બે જણ જખમી થયા હતા. ઍક્સિડન્ટને કારણે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer