મહિલા ટી-20 વર્લ્ડ કપ : ભારતે ન્યૂ ઝીલૅન્ડને 34 રને હરાવ્યું

મહિલા ટી-20 વર્લ્ડ કપ : ભારતે ન્યૂ ઝીલૅન્ડને 34 રને હરાવ્યું
હરમનપ્રીતની શાનદાર સદી : સૌથી વધુ 194 રનનો ભારતીય ટીમનો વિરલ વિક્રમ
 
ગુયાના, તા. 10 : વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં શુક્રવારે ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવીને વિજયી પ્રારંભ કર્યો છે. ગ્રુપ-બીમાં ભારતીય મહિલા ટીમ અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી.
આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ ઇનિંગમાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમનો આ સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 160 રન જ બનાવી શકી હતી.
ભારતીય મહિલા ટીમની સુકાની હરમનપ્રીત કૌરે સ્ફોટક બેટિંગ કરી 51 બોલમાં 103 રન બનાવ્યા હતા અને  ટી-20માં સદી નોંધાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. જ્યારે જેમિમાહ રોડ્રિ‰ગ્સે 59 રન કર્યા હતા. બન્નેની શાનદાર બેટિંગની મદદથી ભારતે 5 વિકેટે 194 રનનો જંગી સ્કોર કર્યો હતો.
ભારતીય બોલિંગમાં પૂનમ યાદવ અને ડી હેમલતાએ 3-3 વિકેટો ઝડપી હતી જ્યારે આર. પી. યાદવે 2 તેમજ એ. રેડ્ડીએ એક વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ટીમની ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વિજય પ્રારંભ સાથે ક્રિકેટરસિક સમુદાયમાં ખુશી છવાઇ ગઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer