બજરંગ 65 કિગ્રા વર્ગમાં દુનિયાનો નંબર વન પહેલવાન

બજરંગ 65 કિગ્રા વર્ગમાં દુનિયાનો નંબર વન પહેલવાન
નવી દિલ્હી, તા. 10: સ્ટાર ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ શનિવારના રોજ 65 કિગ્રા વર્ગમાં શીર્ષ વિશ્વ ક્રમાંક મેળવ્યો હતો. વર્તમાન સત્રમાં 5 પદક જીતનારા 24 વર્ષીય પુનિયાએ યુડબલ્યુડબલ્યુની યાદીમાં 96 અંક સાથે પહેલો ક્રમાંક મેળવ્યો છે. ચાલુ વર્ષે બજરંગ પુનિયાએ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. બજરંગ બાદ બીજા ક્રમાંકે 66 અંક સાથે અલેઝાંદ્રો છે. યાદીમાં રશિયાનો અખમદ ચાકેઈવ ત્રીજા અને નવો વિશ્વ ચેમ્પિયન તાકુતો ઓટોગુરો ચોથા ક્રમાંકે છે. બજરંગ દેશનો એકમાત્ર પુરુષ પહેલવાન છે જેને વિશ્વ રેન્કિંગના ટોચના 10 પહેલવાનોમાં જગ્યા મળી છે. બીજી તરફ 5 મહિલા 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer