ભારતની હોકી વિશ્વકપની ટીમમાંથી રૂપિન્દર પાલ અને સુનીલની બાદબાકી

ભારતની હોકી વિશ્વકપની ટીમમાંથી રૂપિન્દર પાલ અને સુનીલની બાદબાકી
મનપ્રીત સિંહ કરશે 18 સભ્યોની ટીમની આગેવાની

નવી દિલ્હી, તા. 10 : મનપ્રીત સિંહ 28 નવેમ્બરથી ભુવનેશ્વરમાં શરૂ થઈ રહેલા એફઆઈએચ વિશ્વકપ માટે ભારતની 18 સભ્યોની ટીમની આગેવાની કરશે.  પરંતુ આ ટીમમાં અનુભવી રૂપિન્દર પાલ સિંહ અને એસ. વી. સુનિલને સામેલ કરવામાં આવ્યા નથી. અનુભવી સ્ટ્રાઈકર સુનીલના રમવા ઉપર રાષ્ટ્રીય શિબિરમાં થયેલી ઈજાથી જ શંકા હતી. જ્યારે રૂપિન્દર પાલને ફરી એક વખત નજરઅંદાજ કરવામાં આવ્યો છે. 
હોકી ઈન્ડિયાના નિવેદન પ્રમાણે  ભારતીય ટીમ શરૂઆતી દિવસમાં દક્ષિણ આફ્રિકા સામે રમશે. ટીમમાં પીઆર શ્રીજેશ અને કૃષ્ણ બહાદુર ગોલકીપર છે. ઉપકપ્તાન ચિંગલેનસાના સિંહ કાંગુજમ રહેશે. જ્યારે રિહેબિલિટેશનના કારપે મસ્કતમાં રમી ન શકનારો ઓરિસ્સાનો અનુભવી ડિફેનડર બિરેન્દર લાકડા વાપસી કરશે. આ સાથે અમિત રોહિદાસ, સુરેન્દ્ર કુમાર,  કોથાજીત સિંહ, 2016 જુનિયર વિશ્વકપ વિજેતા હરમનપ્રીત સિંહ અને વરુણ કુમાર ભારતીય ડિફેન્સની જવાદારી સંભાળશે.  મિડફિલ્ડમાં  મનપ્રીત સામેલ છે જેઓએ એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતને એફઆઈએચ વિશ્વકપના પુલ સીમાં દુનિયાની ત્રીજા ક્રમાંકની ટીમ  બેલ્જિયમ, કેનેડા અને દક્ષિણ આફ્રિકા સાથે રાખવામાં આવ્યું છે. 
ગોલકીપર- પીઆર શ્રીજેશ, કૃષ્ણ બહાદુર
ડિફેન્ડર- હરમનપ્રીત સિંહ, બીરેન્દ્ર લકડા, વરુણ કુમાર, કોથાજીત સિંહ ખાદાંગબમ,  સુરેન્દ્ર કુમાર,  અમિત રોહિદાસ
મિડફિલ્ડર- મનપ્રિત સિંહ(કેપ્ટન), ચિંગલેનસાના સિંહ, નિલકાંત શર્મા, હાર્દિક સિંહ,સુમિત
ફોરવર્ડ- આકાશદીપ સિંહ, મંદીપ સિંહ, દિલપ્રીત સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, સિમરનજીત સિંહ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer