દિગ્ગજ ફૂટબૉલ ખેલાડી ડ્રોગ્બા 23 નવેમ્બરે ભારત આવશે

દિગ્ગજ ફૂટબૉલ ખેલાડી ડ્રોગ્બા 23 નવેમ્બરે ભારત આવશે
નવી દિલ્હી, તા. 10 : ચેલ્સીનો દિગ્ગજ ફૂટબોલર ડિડિએર ડ્રોગ્બા 23 નવેમ્બરના રોજ એક પ્રચાર કાર્યક્રમ માટે ભારત આવશે જ્યાં પ્રશંસકો પાસે ડ્રોગ્બા સાથે સવાલ જવાબની તક મળશે. ડ્રોગ્બા જાપાનની ટાગર બનાવતી કંપની યોકોહાના પ્રચાર માટે ભારત આવી રહ્યો છે. જેથી ચેલ્સીના સમર્થકો આઈવરી કોસ્ટ ઉપર ડ્રોગ્બાના દિદાર કરી શકશે. ડ્રોગ્બાએ પ્રીમિયર લીગમાં ચેલ્સી માટે સોથી વધુ ગોલ કર્યા છે અને ટીમને ચાર વખત લીગ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer