ચેસ સ્પર્ધામાં આનંદ 145 ચાલ બાદ ડ્રો રમ્યો

ચેસ સ્પર્ધામાં આનંદ 145 ચાલ બાદ ડ્રો રમ્યો
કલકત્તા, તા. 10 : વિશ્વ રેપિડના વર્તમાન ચેમ્પિયન વિશ્વનાથ આનંદે ટાટા સ્ટીલ ચેસ ભારત-2018ના ત્રીજા દિવસે અર્મોનિયાના લેવોન આરોનિયનથી ડ્રો રમ્યો હતો. પાંચ વર્ષમાં પહેલી વખત ભારતમાં ટૂર્નામેન્ટ રમી રહેલાપાંચ વખત વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે પહેલા દોરમાં અમેરિકાના વેસ્લે સો સામે મુકાબલામાં 145 ચાલની મેરેથોન ગેમ પણ ડ્રો રમી હતી. બીજા તબક્કામાં હરિકૃષ્ણા સામે હારનારા 2012 ઓલિમ્પયાડના સ્વર્ણ પદક વિજેતા મમેદયારોવે ત્રીજા તબક્કામાં સ્થાનિક ખેલાડી ગ્રાન્ડમાસ્ટર સૂર્યા ગાંગુલી સામે જીત મેળવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer