સબરીમાલામાં દર્શન માટે 10-50 વર્ષની 550 ત્રીઓએ નોંધણી કરાવી

કોચી, તા.10: આવતા અઠવાડિયે જ્યારે બે માસ ચાલનારી ``મંડલવ-મકર વિલારુ'' યાત્રાની મોસમ માટે સબરીમાલા મંદિરના દરવાજા ખુલે ત્યારે હિંસક વિરોધના ભય વચ્ચે 10 થી 50 વર્ષની વચ્ચેની વયની કુલ 550 ત્રીઓએ કેરળ  પોલીસની ઓનલાઇન બુકીંગ સેવામાં નામ નોંધાવ્યા છે.
દર વર્ષે કેરળ પોલીસ તિરૂપતિ મંદિરની જેમ જ ``વર્ચ્યુઅલ કયુ'' (આભાસી હરોળ)ની જેમ એક સિસ્ટમ ચલાવે છે જેમાં યાત્રિકો સબરીમાલાના દર્શન માટેની તારીખ અને સમય પસંદ કરે છે. મોટા ટોળાને અને ગિરદીને ટાળવા માટે વર્ષોથી આ સિસ્ટમ ચાલે છે.
આ વર્ષે સુપ્રિમ કોર્ટે તમામ વયની ત્રીઓ માટે સબરીમાલાના દર્શનનો ચૂકાદો આપ્યાના બે મહિના પછી આ વર્ચ્યુઅલ કયુની સિસ્ટમ કાર્યરત થઇ છે. છેલ્લા બે મહિનામાં મંદિર બે વખત ખુલ્યું હતું અને  બન્ને વખત સુપ્રિમના ચૂકાદાના જમણેરી પાંખના વિરોધીઓ દ્વારા દેખાવો અને આંદોલન થયા હતા. આજની તારીખે, આ અગાઉ જે વયની ત્રીઓને મંદિરમાં દર્શન કરવાની મનાઇ છે તેમાંની કોઇ ત્રી આ મંદિર જ્યાં આવ્યું છે તે ટેકરી ઉપર ચડવામાં સફળ નથી થઇ.
છેલ્લા થોડા દિવસોમાં લગભગ રૂ.5 લાખ લોકોએ મંદિરના દર્શન માટે વર્ચ્યુઅલ કયુમાં નોંધણી કરાવી છે જ્યારે 40000 લોકોએ મંદિરની ટેકરીની તળેટીએ આવતી બસોમાં બુકીંગ કરાવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer