પેટ્રોલ-ડીઝલમાં ભાવઘટાડો જારી : લોકોને પહોંચી રાહત

22 દિવસમાં પેટ્રોલ ચાર રૂપિયા સસ્તું થય

નવી દિલ્હી, તા. 10 : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થતા વધારા બાદ હવે લાંબા સમયથી તેમાં ઘટાડો?થઇ રહ્યો?છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં ઘટાડો?થતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી એકવાર ઘટયા છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ અનુક્રમે 77.89 અને 72.58 પ્રતિ લિટર નોંધાયો હતો.
દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો થયો?છે. દેશની આર્થિક રાજધાની એવા મુંબઇમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી છે. બંનેના ભાવમાં શનિવારે 17 પૈસાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે પેટ્રોલનો ભાવ 83.40 રૂપિયા અને ડીઝલનો 76.05 રૂપિયા નોંધાયા છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા બે સપ્તાહમાં ઉલ્લેખનીય ઘટાડો થતાં લોકોને તહેવારની સિઝનમાં રાહત મળી ગઇ છે. એમસીએકસ એકસચેંજમાં ક્રુડ ઓઇલની કિંમત છેલ્લા એક મહિનામાં 1000 રૂપિયા પ્રતિ બેરલ સુધી ઘટી ચૂકી છે;
પાંચ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, મિઝોરમ, તેલંગણામાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે ભાવમાં સતત વધારો કરવામાં આવતા શાસક પાર્ટીને ફટકો પડશે પરંતુ હવે છેલ્લા 22 દિવસથી કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા 22 દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં ચાર રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવી ચૂકયો છે.
આંતરરાષ્ટ્રીય કુડની કિમતમાં ઘટાડો જારી રહ્યો છે. જેના લીધે નોન બ્રાન્ડેડ પેટ્રોલની  કિંમતમાં ઘટાડો?થયો છે. રીટેઇલ પેટ્રોલ ડિઝલની કિંમતમાં ઓકટોબરની ઊંચી સપાટીથી આશરે 10 ટકાનો ઘટાડો નોંધાઇ ચૂકયો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત તેની વર્તમાન ઊંચી સપાટીથી 20 ટકા સુધી ઘટી ચૂકી છે. બ્રેન્ટ ક્રુડ ફયુચરની કિંમત પ્રતિ બેરલ 71 ડોલરની આસપાસ રહી છે.
જાણકાર લોકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં હજુ કેટલાક દિવસ સુધી ઘટાડો જારી રહી શકે છે. કારણ કે ભારતમાં રીટેઇલ કિંમતોમાં સંપૂર્ણપણે ક્રુડ ઓઇલની કિંમતોમાં હાલનો ઘટાડો પહોંચ્યો નથી. રૂપિયો પણ ડોલર સામે મજબૂત થઇ રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer