સીબીઆઈના વડાને રજા પર ઉતારી દેવાના પગલા સામે કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં

સીબીઆઈના વડાને રજા પર ઉતારી દેવાના પગલા સામે કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 3 : સેન્ટ્રલ બ્યૂરો અૉફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વડા આલોક વર્માને બળજબરીથી રજા પર ઉતારી દેવાના સરકારના પગલાને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. તેમણે સરકારના પગલાને `સંપૂર્ણપણે ગેરકાયદે અને મનસ્વી' ગણાવ્યું છે. આલોક વર્મા પાસેથી તેમની સત્તાઓ પાછી ખેંચી લેતા કેન્દ્ર સરકારના આદેશને પાછો ઠેલવાની ખડગેએ સુપ્રીમ કોર્ટ પાસે દાદ ચાહી છે.
સીબીઆઈના વડા બે વર્ષની નિશ્ચિત મુદત ધરાવતા હોવાનો ખડગેની અરજીમાં ઉલ્લેખ કરીને જણાવાયું છે કે વર્તમાન ડિરેક્ટરની બદલી સિલેક્શન કમિટીની મંજૂરી ધરાવતી હોવી જોઈએ. લોકસભામાં વિપક્ષના નેતા ખડગે આ સિલેકશન કમિટીના સભ્ય છે, જે કમિટીએ સીબીઆઈના વડા તરીકે આલોક વર્માની પસંદગી કરી હતી. સિલેકશન કમિટીના અન્ય બે સભ્યો વડા પ્રધાન અને ચીફ જસ્ટિસ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer