શારદા યુનિ.નો કાશ્મીરી છાત્ર આતંકી સંગઠનમાં જોડાયો

શારદા યુનિ.નો કાશ્મીરી છાત્ર આતંકી સંગઠનમાં જોડાયો
કથિત રીતે બિલાલ સાથે મારામારી બાદ હવે એકે-47 સાથે તસવીર વાઈરલ થઈ
 
નવી દિલ્હી, તા. 3 : ઉત્તરપ્રદેશના નોઈડામાં આવેલી શારદા યુનિવર્સિટીમાં મારપીટની ઘટના બાદ ગાયબ થયેલો કાશ્મીરી વિદ્યાર્થીએ આતંકવાદી બની ગયો હોવાનું તથ્ય સામે આવ્યું છે. શુક્રવારના રોજ એકે-47 સાથે તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ તસવીરમાં કાશ્મીરી વિદ્યાર્થી સોફી કાળા કપડામાં જોવા મળી રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે આઈએસઆઈએસના વિચારોથી પ્રભાવિત આતંકવાદી સંગઠન  આઈએસજેકેમાં જોડાયો છે. 
મુળ શ્રીનગરનો રહેવાસી અહતેશામ બિલાલ સોફી શારદા યુનિવર્સિટીમાં ડિગ્રીના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો અને 28 ઓક્ટોબરથી ગાયબ થયો હતો. આ અગાઉ સોફીએ યુનિવર્સિટીમાંથી દિલ્હી જવાની મંજૂરી લીધી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન અને શ્રીનગરના ખાનયાર પોલીસ સ્ટેશનમાં સોફીની ગાયબ થવાની નોંધ થઈ હતી. પોલીસે એવો દાવો પણ કર્યો હતો કે, તે આતંક પ્રભાવિત પુલવામા જિલ્લામાં જતો રહ્યો છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે, અગાઉ ગાયબ વિદ્યાર્થીનું લોકેશન જમ્મુમાં મળ્યું હતુ. શારદા યુનિવર્સિટીમાં અફઘાન અને ભારતના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીમાં 17 વર્ષિય બિલાલને ભૂલથી માર પડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer