રાજ ભવનમાં 22 ટનની જૂની તોપ મળી

રાજ ભવનમાં 22 ટનની જૂની તોપ મળી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : રાજ્યપાલના નિવાસસ્થાન રાજ ભવનમાં બ્રિટિશ કાળની 22 ટન વજનની બે તોપ મળી હતી. બન્ને તોપ ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી. આ તોપનું ઐતિહાસિક મહત્ત્વ જોઈને રાજ્યપાલે નૌકાદળના એકસપર્ટને બોલાવ્યા હતા. રાજ્યપાલ આ તોપ રાજ ભવનના જળવિહાર (બેકવે હૉલ)માં ઈતિહાસકારો અને લોકોના દર્શન માટે રખાશે. રાજ ભવનના કર્મચારીઓ થોડા મહિના અગાઉ વૃક્ષારોપણ કરતા હતા ત્યારે આ તોપ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer