ધોનીની ગેરહાજરી ઋષભ પંત માટે મહત્ત્વની તક : રોહિત શર્મા

ધોનીની ગેરહાજરી ઋષભ પંત માટે મહત્ત્વની તક : રોહિત શર્મા
કલકત્તા, તા. 3 : ભારતની ટી20 ટીમના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માના મતે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરી ઋષભ પંત માટે એક મહત્ત્વની તક છે. રોહિતના કહેવા પ્રમાણે બીજા ખેલાડીઓને તક મળે તે માટે જ વેસ્ટ ઈન્ડિઝ સામે આવતીકાલે રવિવારથી શરૂ થઈ રહેલી ટી20 શ્રેણીમાં ધોનીને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિર્ણય વનડે વિશ્વકપને ધ્યાને લઈને પણ કરવામાં આવ્યો છે. ધોનીની ગેરહાજરીમાં પસંદગીકારોને દિનેશ કાર્તિક અને ઋષભ પંતના પ્રદર્શનની પરિક્ષા કરવામાં સરળતા રહેશે. રોહિત શર્માના કહેવા પ્રમાણે ધોનીના અનુભવની કમી રહેશે પણ આ સમયમાં અન્ય ખેલાડીઓ પોતાની રમત સાબિત પણ કરી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer