ટેસ્ટ ક્રિકેટ ખતમ કરી રહ્યો છે કૂકાબુરા બોલ : સ્મિથ

ટેસ્ટ ક્રિકેટ ખતમ કરી રહ્યો છે કૂકાબુરા બોલ : સ્મિથ
કલકત્તા, તા. 3 : દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના કહેવા પ્રમાણે ટેસ્ટ ક્રિકેટમાં બોલની ગુણવત્તાની ભૂમિકા ખુબ જ મહત્ત્વની છે. જગમોહન દાલમીયા વાર્ષિક કોન્ક્લેવમાં ગ્રીમ સ્મિથે ક્રિકેટના દરેક મુદ્દે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. જેમાં ગ્રીમ સ્મિથે કહ્યું હતું કે, લાલ દડાના ખેલમાં કુકાબુરાનો બોલ ટેસ્ટ ક્રિકેટને ખતમ કરી
રહ્યો છે.  સ્મિથે ભારતમાં ડયૂક બોલ ઉપર હંગામા અંગે કહ્યું હતું કે, અમુક ખેલાડી એસજી બોલની ફરિયાદ કરી રહ્યા હતા. આવી જ રીતે કૂકાબુરાનો બોલ પણ ખેલાડીઓને નિરાશ કરી રહ્યો છે. કુકાબુરા લાંબા સમય સુધી હાર્ડ રહી શકતો નથી તેના કારણે સ્વિંગ કરવામાં મુશ્કેલી પડે છે. સ્મિથના કહેવા પ્રમાણે ટેસ્ટ ક્રિકેટ હવે ડ્રોથી પોતાનું અસ્તિત્વ બચાવી શકે તેમ નથી.  ટેસ્ટના પરિણામ માટે બોલ સ્વિંગ અને સ્પિન થવો જરૂરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer