ટીમ પસંદગીના માપદંડ તરીકે માત્ર યો-યો ટેસ્ટ ન હોવી જોઈએ : કૈફ

ટીમ પસંદગીના માપદંડ તરીકે માત્ર યો-યો ટેસ્ટ ન હોવી જોઈએ : કૈફ
ભૂવનેશ્વર, તા. 3 : પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફના કહેવા પ્રમાણે ટીમમાં જગ્યા બનાવવા માટે માત્ર યો-યો ફિટનેસ ટેસ્ટને માપદંડ બનાવવાની જગ્યાએ વધુ સંતુલિત દ્રષ્ટિકોણ ઉપયોગમાં લેવો જોઈએ. છેલ્લા અમુક વર્ષથી યો-યો ટેસ્ટમાં 16.1 અંક મેળવનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળે છે. કેફના કહેવા પ્રમાણે ફિટનેસ ખુબ જ જરૂરી છે. કારણ કે તેનાથી ફિલ્ડીંગમાં ઘણો સુધારો થયો છે. પરંતુ હજી ફિટનેસ ટેસ્ટ માટે વધુ સંતુલિત અભિગમ જરૂરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer