વેચાઈ રહ્યો છે હૅક કરેલો ફેસબુક યુઝર્સ ડેટા

નવી દિલ્હી, તા. 3: યુઝર્સના ડેટાચોરીને લઈને છેલ્લા લાંબા સમયથી વિવાદનો સામનો કરી ફેસબુક ઉપર હવે વધુ એક મુસીબત આવી પડી છે. યુઝર્સના ડેટા ચોરી અને તેના દુરુપયોગ ઉપર એક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, 81 હજાર જેટલા યુઝર્સ એકાઉન્ટ માત્ર હેક જ નહોતા થયા પણ તે એકાઉન્ટના પ્રાઈવેટ મેસેજને વેચવામાં પણ આવ્યા હતા.
બીબીસીના એક અહેવાલ પ્રમાણે એફબી સેલર નામના એક યુઝર્સે ઈન્ટરનેટ ફોરમ ઉપર જાણકારી આપી હતી કે, અંદાજિત 12 કરોડ એકાઉન્ટને વેચવામાં આવી રહ્યા છે. આ મામલે સાઈબર સિક્યોરિટી ફર્મ ડિજિટલ શેડોઝ દ્વારા તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, 81 હજાર એકાઉન્ટને તેના પ્રાઈવેટ મેસેજ સાથે વેચવાનું કારસ્તાન ઘડાયું હતું. વધુમાં આ એકાઉન્ટ જે લોકોના હતા તેનાથી પુષ્ટિ પણ મળી હતી કે હકીકતમાં પ્રાઈવેટ મેસેજ એકાઉન્ટ ધારકોના હતા. આ મેસજમાં માત્ર ટેક્સ્ટ નહીં પણ તસવીરો પણ સામેલ હતી. આ યુઝર્સમાં મોટાભાગના યુક્રેન, રશિયા, યુકે, અમેરિકા અને બ્રાઝિલ સહિતના વિસ્તારોના હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer