સુરતમાં 24 મહિલા હોમગાર્ડની ઉપલા અધિકારીઓ સામે જાતીય શોષણની ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 3 : હોમગાર્ડમાં ફરજ બજાવતી 24 મહિલાઓએ શહેર પોલીસ કમિશનર પહોંચી શારીરિક અને માનસિક જાતીય શોષણની ફરિયાદ કમિશનરને કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હોમગાર્ડની ફરજ બજાવતી મહિલાઓએ ઉપલા અધિકારીઓ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, અમને ઘરકામ સોંપવામાં આવે છે તેમ જ ખોટી રીતે અમને સ્પર્શ પણ કરવામાં આવે છે. દેશભરમાં મહિલાઓ સાથે થઈ રહેલાં જાતીય શોષણના મામલે આજે શહેરની હોમગાર્ડની મહિલાઓએ પણ પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. 
શહેર પોલીસ કમિશનર કચેરી પહોંચેલી હોમગાર્ડની મહિલાઓએ ઉપલા અધિકારીઓ પર જાતીય શોષણનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, અમે અગાઉ પણ આ મામલે ફરિયાદ કરી હતી પરંતુ અમારી ફરિયાદનો કોઈ નિકાલ આવ્યો નથી. ફરી એક વખત આજે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જોવાનું રહેશે કે શહેર પોલીસ કમિશનર શર્મા હોમગાર્ડની મહિલાઓની ફરિયાદનો કઈ રીતે ઉકેલ  લાવે છે. 
હોમગાર્ડની મહિલાઓએ ઉપલા અધિકારીઓ તેમને ઘરકામ સોંપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમ જ ઘરકામ કરે છે ત્યારે ઘરમાં ખોટી રીતે સ્પર્શ પણ કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer