સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી

નવી દિલ્હી, તા. 3 : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઘટતાં ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા તેલ કંપનીઓએ ઘટાડો કર્યો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવમાં ફેરફાર પર તમામની નજર છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવવધારો થયા પછી છેલ્લા 16 દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જોવા મળી શકે છે. ભાવવધારાને લઈને સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer