ખાંડની નિકાસ બજારમાં ભારત નિર્ણાયક ભૂમિકા ભજવશે

મુંબઈ, તા. 3 : ખાંડની નિકાસ બાબતે મુંબઈમાં યોજાયેલા સેમિનારમાં લંડનની કૉમોડિટી ટ્રેડિંગ કંપની મારેક્સ સ્પેક્ટ્રોનના વિશ્લેષક દેવ ગિલે જણાવ્યું હતું કે બ્રાઝિલ, યુરોપિયન યુનિયન, યુક્રેઇન અને થાઈલૅન્ડમાં ખાંડના ઓછા ઉત્પાદનને પગલે ભારતની નિકાસ સંભાવનાઓ ઉજ્જવળ બની છે.  વર્ષ 2018-'19માં ખાંડનું વૈશ્વિક ઉત્પાદન 18.7 કરોડ ટન રહેશે, જે 18.6 કરોડ ટન વૈશ્વિક વપરાશને પહોંચી વળશે. ગયા વર્ષે ખાંડનું ઉત્પાદન 20.3 કરોડ ટન હતું, જેમાંથી 1.6 કરોડ ટન પુરાંત હતી. બ્રાઝિલે શેરડીનું મોટા ભાગનું ઉત્પાદન ઈથેનોલના ઉત્પાદનમાં વાળ્યું હોવાને કારણે ખાંડનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ એક કરોડ ટન ઓછું થયું છે. પરિણામે, ખાંડના આંતરરાષ્ટ્રીય ભાવમાં મોટા પાયે વધારો નોંધાયો છે.
બીજી તરફ ભારત પાસેની પુરાંત ખાંડ હોવાને પગલે 50 લાખ ટન નિકાસનું લક્ષ્યાંક આંબવું સરળ બનશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer