બીએસઈ સોમવારથી નવ કંપનીઓને ડિલિસ્ટ કરશે

નવી દિલ્હી, તા. 3 : અગ્રણી શૅરબજાર બીએસઈ સોમવારથી નવ કંપનીઓને ડિલિસ્ટ કરશે. આ કંપનીઓના શૅરમાં ટ્રેડિંગ છ મહિનાથી વધુ સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં લાંબા સમય સુધી જેમાં ટ્રેડિંગ થયું ન હોય એવી કંપનીઓને એકસ્ચેન્જ છેલ્લા કેટલાક મહિનાઓથી ડિલિસ્ટ કરી રહ્યું છે.
બીએસઈએ જણાવ્યું હતું કે છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલી નવ કંપનીઓને એકસ્ચેન્જના પ્લેટફૉર્મમાંથી 5 નવેમ્બરે એકસ્ચેન્જની ડિલિસ્ટિંગ સમિતિના આધારે ડિલિસ્ટ કરવામાં આવશે.
આ નવ કંપનીઓમાં અનિલ લિ., બ્રેકસઅૉટો (ઇન્ડિયા), ઇન્ડસ ફિલા, આઈક્યૂ ઇન્ફોટેક, લોક હાઉસિંગ ઍન્ડ કન્સ્ટ્રકશન્સ, પ્રકાશ સોલ્વન્ટ એકસ્ટ્રેકશન્સ અને ટિમલર સોફ્ટવેર સર્વિસિસ સામેલ છે. આ કંપનીઓના શૅર એકસ્ચેન્જના પ્લેટફૉર્મ પર ટ્રેડિંગ માટે ઊપલબ્ધ રહેશે નહીં. વધુમાં આ ડિલિસ્ટેડ કંપનીઓ એમના સંપૂર્ણ સમયના ડિરેક્ટોરેટ, પ્રમોટરો અને ગ્રુપ કંપનીઓને 10 વર્ષની મુદત માટે સિક્યોરિટીઝ માર્કેટમાં કામકાજ કરવા નહીં દેવાય.
બીએસઈએ અૉગસ્ટમાં 17 કંપનીઓ, જુલાઈમાં 222 કંપનીઓ, અને મેમાં 200થી વધુ કંપનીઓને ડિલિસ્ટ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer