વિદેશી હૂંડિયામણની અનામત 1.44 અબજ ડૉલર ઘટી

મુંબઈ, તા. 3 : દેશની વિદેશી હૂંડિયામણની અનામત 26 અૉક્ટોબરના સપ્તાહ માટે 1.444 અબજ ડૉલર ઘટીને 392.078 અબજ ડૉલર રહી હતી. જે તેના આગલા સપ્તાહમાં 9420 લાખ ડૉલર ઘટીને 393.523 અબજ ડૉલર હતી. સૂચિત સપ્તાહમાં વિદેશી ચલણની અસ્કયામતો 1.426 અબજ ડૉલર ઘટીને 367.350 અબજ ડૉલર રહી હતી, એમ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાના ડેટા પરથી જાણવા મળે છે. છેલ્લે 13 એપ્રિલ, '18 ના સપ્તાહમાં વિદેશી હૂંડિયામણની અનામત 426.028 અબજ ડૉલરની વિક્રમ સપાટીને સ્પર્શી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer