#Me too : બીસીસીઆઈના સીઈઓ ઉપર યૌન ઉત્પીડનનો આરોપ

#Me too : બીસીસીઆઈના સીઈઓ ઉપર યૌન ઉત્પીડનનો આરોપ
નવી દિલ્હી, તા. 13 : દેશભરમાં આગની જેમ ફેલાઈ રહેલા મીટુ અભિયાનની લપેટ હવે બીસીસીઆઈ સુધી પહોંચી છે. એક મહિલાએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી ઉપર યૌન ઉત્પીડનનો આરોપ મુક્યો છે. આ આરોપો બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ રાહુલને આ આરોપ મુદ્દે એક અઠવાડિયાની અંદર સ્પષ્ટતા આપવાનો આદેશ કર્યો છે. 
2016માં બીસીસીઆઈમાં જોડાતા પહેલા જોહરી ડિસ્કવરી નેટવર્ક એશિયા પેસિફિકના કાર્યકારી ઉપાધ્યક્ષ હતા. તેના ઉપર એક મહિલાએ નોકરીએ રખાવવાના બદલામાં ફાયદો ઉઠાવવાની કોશિષ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. લેખિકા હરનિદ્ધ કૌરે મહિલાએ કરેલા આક્ષેપોને શેર કર્યા હતા. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, નોકરી મળ્યા બાદ રાહુલ સાથે કામ દરમિયાન અને કંપનીના કાર્યક્રમમાં મુલાકાત થતી હતી. આવા જ એક સમયે મહિલાને ઘરે ચાલવા કહ્યું હતું અને ત્યાં શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવી હતી. આ આક્ષેપો બાદ હવે રાહુલ જોહરી શંકાના દાયરામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટે બનાવેલી પ્રશાસકોની સમિતિએ સમગ્ર મામલો સંજ્ઞાનમાં લીધો હતો અને રાહુલ જોહરીને સ્પષ્ટતા કરવા કહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer