અમિતાભ બચ્ચનના દુરાચારનાં પ્રકરણ પણ બહાર આવશે?

અમિતાભ બચ્ચનના દુરાચારનાં પ્રકરણ પણ બહાર આવશે?
મુંબઈ, તા. 13 : બૉલીવૂડના એક પછી એક અભિનેતા `મી ટૂ'ના વમળમાં સપડાઈ રહ્યા છે. હવે બૉલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના નામ વિશે અટકળો કરવામાં આવી રહી છે. અર્થાત્ અત્યાર સુધી તેમના ઉપર કોઈએ આરોપ મૂકયો નથી, પરંતુ તેમના દ્વારા કથિતરૂપે થયેલા અન્યાયનાં પ્રકરણો બહાર આવી શકે છે એવું સૂચક ટ્વીટ હેર સ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ કર્યું છે.
અમિતાભ બચ્ચને પોતાના જન્મદિન નિમિત્તે આપેલા ઇન્ટરવ્યૂમાં `મી ટૂ' ઝુંબેશ વિશે જણાવ્યું હતું કે કોઈ પણ મહિલા સાથે આ પ્રકારની વર્તણૂક થવી જોઈએ નહીં. ત્યાર પછી ભવનાનીએ તેમની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ કદાચ જગતનું સહુથી મોટું અસત્ય હશે. `િપંક' પ્રદર્શિત થઈ ચૂકી છે અને  તમારી એક્ટિવિસ્ટની ઇમેજ પણ ખતમ થશે.
સપના ભવનાનીના ટ્વીટ પછી ફિલ્મ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોએ માની લીધું હતું કે સપના ભવનાની એ અમિતાભના શોષણનો ભોગ બની હશે. જોકે, તુરંત જ ભવનાનીએ ચોખવટ કરી હતી કે મને અમિતાભનો કોઈ ખરાબ અનુભવ થયો નથી, પરંતુ તેના ગેરવર્તનની અનેક વાતો મેં સાંભળી છે. તે મહિલાઓ આગળ આવશે એવી મને આશા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer