ન્યૂ ઝીલૅન્ડમાં ટેસ્ટ મૅચની બે ઈનિંગ્સ ઓવર ફેંક્યા વિના જ ડિક્લેર

ન્યૂ ઝીલૅન્ડમાં ટેસ્ટ મૅચની બે ઈનિંગ્સ ઓવર ફેંક્યા વિના જ ડિક્લેર
નેલ્સન, તા. 13 : ન્યૂ ઝીલેન્ડની એક સ્થાનિક ક્રિકેટ મેચમાં ક્રિકેટની દુનિયામાં જ્વલ્લે જ બનતી ઘટના ઘટી હતી. જેમાં ટેસ્ટ મેચના બે દાવ એકપણ બોલ ફેંક્યા વિના જ ડિકલેર કરી દેવામાં આવ્યા હતા. આ અનોખી ઘટના ન્યૂ ઝીલેન્ડના સેન્ટ્રલ ડિસ્ટ્રીક અને કેન્ટબરી વચ્ચેની મેચમાં જોવા મળી હતી. આ ટેસ્ટ ભારે વરસાદથી પ્રભાવિત થઈ હતી. જેમાં અંતે સેન્ટ્રલ ડિસ્ટ્રીકે 145 રને જીત મેળવી હતી. 
ક્રિકઈન્ફોના રિપોર્ટ પ્રમાણે વરસાદના કારણે મેચના બે દિવસો ધોવાઈ ગયા હતા અને મેચના છેલ્લા દિવસે સેન્ટ્રલ ડિસ્ટ્રીકે 7 વિકેટે 301 રનથી રમવાની શરૂઆત કરી હતી. 51 રન જોડીને સેન્ટ્રલ ડિસ્ટ્રીકે ઈનિંગ જાહેર કરી હતી.  ત્યારબાદ કેન્ટબરીએ પોતાની પહેલી ઈનિંગ રમ્યા વિના જ ડિક્લેર કરી હતી. તેવી જ રીતે સેન્ટ્રલ ડિસ્ટ્રીકે બીજો દાવ રમ્યા વિના ઘોષિત કર્યો હતો. જ્યારે કેન્ટબરી પોતાના બીજા દાવમાં રમવા ઉતરી ત્યારે માત્ર 207 રનમાં જ ટીમ સમેટાઈ હતી અને સેન્ટ્રલ ડિસ્ટ્રીકની જીત થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer