ભારત-ચીન વચ્ચેની ઐતિહાસિક ફૂટબૉલ મૅચ ડ્રૉ

ભારત-ચીન વચ્ચેની ઐતિહાસિક ફૂટબૉલ મૅચ ડ્રૉ
સુઝોઉ, તા. 13 :ભારતીય ફૂટબોલ ટીમે શનિવારે શાનદાર પ્રદર્શન કરતા એતિહાસિક મૈત્રી મેચમાં ચીન સામે ડ્રો રમ્યો હતો. ભારતીય ગોલકિપર ગુરપ્રિત સંધૂએ ચીનને તેના જ ઘરમાં ડ્રો રમવા ઉપર મજબૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સંધુને ટીમની ડિફેન્સ લાઈનની પણ મદદ મળી હતી. આ બન્નેની જુગલબંધીના કારણે મેચની અંતિમ ઘડી સુધી સતત એટેક કરનારી ચીનની ટીમ નિરાશ થઈ હતી. ભારતીય ફૂટબોલ ટીમ 21 વર્ષ બાદ ચીન સામે આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચ રમવા માટે ઉતરી હતી.  આ મેચમાં ચીને શરૂઆતથી જ ખૂબ જ આક્રમક નીતિ અપનાવી અને ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે ભારતના ખેલાડીઓએ ચીનના ખેલાડીઓને ગોલ કરતા રોકી રાખ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer