ફ્લોરિડાના સમુદ્રતટે પહોંચ્યું ચક્રવાત `માઈકલ''

તોફાનના કારણે અત્યાર સુધીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા 

ફ્લોરિડા, તા. 13 : મેક્સિકોમાં તારાજી સર્જ્યા બાદ હવે ચક્રવાત મેક્સિકો અમેરિકાના ફ્લોરીડાના દરિયાકાંઠે ટકરાયું હતું અને દરિયાકાંઠે જાણે મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી તબાહી મચાવી હતી. તોફાનના કારણે ખેતર, ઘર અને દુકાનોને ખેદાનમેદાન કરી નાખ્યા હતા. આ સાથે ચક્રવાત માઈકલના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 17એ પહોંચી ગઈ છે. આ અગાઉ બુધવારે માઈકલ મેક્સિકોના દરિયા કિનારે ટકરાયું હતું અને ભારે તારાજી સર્જી હતી.
ફ્લોરીડાના ગર્વનર રિક સ્કોટના કહેવા પ્રમાણે મેક્સિકોનો દરિયા કિનારો જાણે યુદ્ધનું ક્ષેત્ર બન્યો હોય તેવી તબાહી સર્જાઇ છે. બુધવારે જ્યારે તોફાન જમીન ઉપર પહોંચ્યુ ત્યારે કેટેગરી 4માં સામેલ હતું. તોફાન આવતાની સાથે જ મેક્સિકોમાં 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા અને હોટલો, દુકાન અને મકાન પત્તાના મહેલની જેમ હવામાં ઉડી ગયા હતા. તોફાનના કારણે ફ્લોરીડા, અલબામા, જ્યોર્જિયા, વર્જીનિયા અને નોર્થ-સાઉથ કેરોલિનાના 10 લાખ ઘરોમાં અંધારપટ્ટ છવાયો છે. ફ્લોરીડામાં 4, વર્જિનિયામાં 5, નોર્થ કેરોલિનામાં 3 અને જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે 5000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને 100 હેલિકોપ્ટર તેમજ  1800 હાઈ વોટર વ્હીકલ પણ દોડાવવામાં આવ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer